24/03/2021
કોઈ પણ કાયદો શેરી ના કુતરા ને ખોરાક આપતા અટકાવતો નથી. ભારતીય દંડ સંહિતા ૧૮૬૦ ની કલમ ૫૦૩, જણાવે છે કે કોઈપણ પ્રકાર ની ધાકધમકી ફોજદારી અપરાધ છે. કોઈપણ જે કુતરા ની કાળજી લેતી વ્યક્તિ ને ધમકીઓ અથવા ધમકાવે છે તે ભારતીય દંડ સંહિતા ના વિભાગ ૫૦૩ હેઠળ ફોજદારી ધમકીઓ માટે જવાબદાર છે અને વોરન્ટ વગર ધરપકડ કરી શકાય છે.
કોઈ પણ વ્યક્તિ કે જે પ્રાણીઓ ને ખોરાક આપતો હોય અથવા સાર સંભાળ રાખતું હોય અને જો તે સાર સંભાળ રાખનાર વ્યક્તિ ને કોઈ પરેશાન કરે અથવા ધમકી આપે તો તે વ્યક્તિ નજીક ના પોલીસ સ્ટેશન માં ફોજદારી ગુનો નોંધાવી શકે છે.
પ્રાણીઓ ની ક્રૂરતા માટે ના અત્યાચાર ની કે પીડા ની માત્રા ને ધ્યાન માં રાખી ને, પ્રાણીઓ ને ક્રૂરતા રોકવા માટે પ્રાણી ક્રૂરતા નિવારણ અધિનિયમ, ૧૯૬૦ ની કલમ ૧૧ મુજબ, કોઈ પણ પ્રાણી ને માર મરવું, લાત મારવી, તેના ઉપર વધુ સવારી, તેના ઉપર વધુ લાદણ, અતિ હાંકવું, યાતના આપવી અથવા બિનજરૂરી પીડા થી પ્રાણીઓ પર ક્રૂરતા નો ભોગ બને તે દંડ/ સજા ને પાત્ર છે.
ભારતીય દંડ સંહિતા ૧૮૬૦ ની કલમ ૪૨૮/ ૪૨૯ મુજબ, પશુ કે પશુઓ ને મારી નાખી ને, ઝેર આપી ને, અપંગ કરી ને, અથવા નકામા કરી ને નાખે, તેને ૨ વર્ષ/ ૫ વર્ષ ની સજા અથવા દંડ અથવા બને ને પાત્ર છે.
શેરી ના કુતરા ને, સરકાર ની નીતિ "એનિમલ બર્થ કંટ્રોલ પ્રોગ્રામ, ૨૦૦૧" પ્રમાણે તેઓ નું વંધ્યીકરણ અને રસીકરણ કરી લીધા બાદ માં જે વિસ્તાર માં થી ઉપાડ્યાં હોય તેજ વિસ્તાર માં પાછા મુકવા ફરજિયાત છે. જો કોઈ વ્યક્તિ કે જે આનો વિરોધ અથવા કોઈ પણ પ્રકાર ની દખલ કરે તો કાયદા દ્વારા દંડ ને પાત્ર છે.
શેરી ના કુતરા ની હત્યા અથવા સ્થાનાંતરણ એ ગેરકાનૂની છે. કાયદા દ્વારા તે ફોજદારી ગુનો છે. વધુ માં વધુ તેઓ નું વંધ્યીકરણ અને રસીકરણ કરી શકાય.